ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 21 અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદાવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ 1 ફેબ્રુઆરીથી તબક્કાવાર ઉમેદવારોનાં નામોની જાહેરાત કરશે.
કોંગ્રેસ ત્રણ તબક્કામાં ઉમેદવારોના નામોની યાદી જાહેર કરશે. મનપા વિસ્તાર માટે 1 ફેબ્રુઆરી બાદ નામોની યાદી જાહેર થશે. પ્રથમ તબક્કામાં સિંગલ નામોનાં દાવેદારોની યાદી જાહેર થશે. બીજા તબક્કામાં ઓછા વિવાદવાળી બેઠકોના નામોની જાહેરાત કરાશે. જ્યારે વિવાદ ઉકેલાયા બાદ અંતિમ તબક્કાના નામોની જાહેરાત કરાશે. 5 ફેબ્રુઆરી સુધી તમામ નામોની જાહેરાત કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સામે આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચારઃ જાણો કોંગ્રેસ ક્યારે કરશે ઉમેદવારોની જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2021 04:38 PM (IST)
કોંગ્રેસ ત્રણ તબક્કામાં ઉમેદવારોના નામોની યાદી જાહેર કરશે. મનપા વિસ્તાર માટે 1 ફેબ્રુઆરી બાદ નામોની યાદી જાહેર થશે. પ્રથમ તબક્કામાં સિંગલ નામોનાં દાવેદારોની યાદી જાહેર થશે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -