ગુજરાતમાં કોરોનાના ચેપના વધુ ચાર કેસઃ આ લોકોને કઈ રીતે લાગ્યો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2020 10:47 AM (IST)
ગુજરાતમાં કોરોનાના વધુ ચાર કેસ આવ્યા સામે. ત્રણ વ્યક્તિને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. આજે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરીષદમાં આપેલી માહિતી પ્રમાણે આજે કોરોના વાયરસના ચાર નવા કેસ નોંધાયા છે. જેમાંથી બે સુરત અને બે ગાંધીનગરમાં નોંધાયા છે. જયંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચાર કેસમાંથી ત્રણને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. જ્યારે એક વ્યક્તિ સાઉદી અરેબીયાથી આવેલી છે, તેનો કેસ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ચાર કેસ નવા આવતાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 33એ પહોંચી છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.