ગુજરાતમાં સવારથી જ લોકોના ટોળે ટોળાં બહાર ઉમટી પડતા સીએમ રૂપાણીએ જાહેર જનતાને અપીલ કરી હતી કે, લોકો ઘરમાં રહે અને બહાર ન નીકળે. આ એક ઈમરજન્સી છે. કોઈ જાતની ચિંતા કર્યાં વગર ઘરમાં બેસો તો જ તમે કોરોનાના વાહક બનતા અટકશો, નહીં તો 31મી માર્ચ પછી કોરોના વકરશે.
ગુજરાતમાં કોરોના વાયરસ વકરશે. ગુજરાતમાં બહાર ન નીકળો. આ સમય સારો નથી. આ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. જેને પગલે જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તે બહાર ન નીકળે આ એક મેડિકલ ઈમરજન્સી છે.
31 માર્ચ સુધી કોરોનાનો વ્યાપ વધી શકે છે. બિન જરૂરી વ્યક્તિ ઘરની બહાર ન નિકળે. ગુજરાતવાસીઓને વિનંતી છે જ્યાં સંપર્ણ બંધ છે ત્યાં કોરોના કેસ વધી શકે છે. આવશ્યક હોય તો જ બહાર જવાનું ટાળજો. જો વ્યાપ વધશે તો મુશ્કેલીનો વારો આવી શકે છે. મારી અપીલ છે કે પોલીસને બિન જરૂરી વ્યક્તિને રોકશે જ. પોલીસ સાથે પણ કોઇ રકઝક ન કરે. અનાજ ચીજ વસ્તુઓ સામાન્ય રીતે મળશે.