ગાંધીનગરઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર સક્રીય થઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, લગ્ન હોલ અને લગ્નની વાડી બંધ રાખવામાં આદેશ આપ્યો હતો. સાથે આરોગ્ય વિભાગે પોતાના આદેશમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા મેડિકલ હોમિયોપેથિક અને આયુર્વેદ દવાખાના હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી હોય તો નજીકના જાહેર નિયામક અથવા આરોગ્ય હેલ્પલાઇન નંબર 104 પર અથવા નજીકના સરકારી દવાખાને ફરજિયાત જાણ કરવાની રહેશે.


સાથે સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા જાહેર સ્થળો પર મેળાવડા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો હતો. ઉપરાંત કોરોના વાયરલના કારણે હેન્ડ સેનિટાઇઝર્સ તથા માસ્કાનું કાળા બજાર કરતા સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજ્યમાં 25 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે જેણે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા ખાતે 355 જેટલી દુકાનોની ચકાસણી કરી હતી.