ગાંધીનગરઃ અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, પીએમ ના વતન વડનગર ખાતે રૂ. 13 કરોડના ખર્ચે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસસ્થાન બનાવવામાં આવશે.
Gujarat Budget 2021 : PM મોદીના વતન વડનગરમાં 13 કરોડના ખર્ચે બનાવાશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 12:31 PM (IST)
Gujarat budget session 2021: અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -