ગાંધીનગરઃ વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. રાજ્યમાં NDRFની 51 ટીમો તૈનાત કરવામાં આવી છે.


સાંજે 4.30 કલાકે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર અને પોરબંદરથી 360 કિમી દૂર છે.  વાવાઝોડુ પ્રતિ કલાક 14 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા સુધીમાં 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયાકાંઠાના 1500 લોકોને જાફરાબાદની જે.એન.મહેતા હાઈસ્કૂલ સહિતના અતિથિ ગૃહમાં તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો છે. શિયાળબેટ પરા વિસ્તારના લોકોને સવારે જ તંત્ર દ્વારા એલર્ટના પગલે સાવચેતીના ભાગરૂપે ફેરવીને જાફરાબાદ ખસેડવામાં આવ્યા છે.

સોમનાથ મંદિર પરિસર આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત, ટ્રસ્ટે શું કરી અપીલ? જુઓ વીડિયો


વાવાઝોડાની અસરને પગલે અમરેલીમાં વરસાદની શરૂઆત, જુઓ વીડિયો