ભાવનગર જિલ્લામાં 22064 લોકોનું સ્થળાંતર કરવામં આવ્યું છે. જેમાં સૌથી વધુ મહુવામાં 15567 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાયુ વાવાઝોડાને લઈને રાજકોટના ૩ તાલુકાના ૨૫૩૧ લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં ઉપલેટના ૨૫ ગામોના ૧૧૯૦ લોકો, ધોરાજી તાલુકાના ૭ ગામોના ૮૫૭ લોકો, જેતપુર તાલુકાના ૧૧ ગામોના ૪૮૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. TDO, પાલિકા, મામલતદાર અને પોલીસ દ્વારા હાલમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે. સ્થળાંતરીત લોકોને જે તે ગામની માધ્યમિક, પ્રાથમિક શાળાઓ અને સમાજની વાડીઓમાં રાખવામાં આવ્યા છે. સ્થળાંતરીત વ્યક્તિઓ માટે નાસ્તા, ચા-પાણી, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયાકાંઠાના 1500 લોકોને જાફરાબાદની જે.એન.મહેતા હાઈસ્કૂલ સહિતના અતિથિ ગૃહમાં તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો છે. શિયાળબેટ પરા વિસ્તારના લોકોને સવારે જ તંત્ર દ્વારા એલર્ટના પગલે સાવચેતીના ભાગરૂપે ફેરવીને જાફરાબાદ ખસેડવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લાના 35 ગામોમાંથી 14596 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકાના 14 ગામડામાંથી 1392, કુતિયાણાના 17 ગામડામાંથી 1668 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકોને 105 જેટલા આશ્રય સ્થાનો પર રાખવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડું વેરાવળથી કેટલા કિલોમીટર દૂર છે, કેટલા કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ, જાણો વિગત
PM મોદીએ વાયુ વાવાઝોડાને લઈ શું કર્યું ટ્વિટ, જાણો વિગત
સોમનાથ મંદિર પરિસર આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત, ટ્રસ્ટે શું કરી અપીલ? જુઓ વીડિયો
જૂનાગઢ: માગરોળ-કેશોદ રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામ, જુઓ વીડિયો
વાયુ વાવાઝોડા સંકટ વચ્ચે અંબાજીમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, જુઓ વીડિયો