ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અપાતા ભોજનમા ગરોળી નીકળતા ખળભળાટ મચી ગયો હતો. દાળમાંથી ગરોળી નીકળી હોવાની જાણ દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને કરી હતી. ત્યાર બાદ તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો.
મરેલી ગરોળીવાળું ભોજન અપાયા બાદ દર્દીઓની ખાસ ઓબ્ઝર્વેશનમાં રાખવા આવ્યા હતા. જોકે 24 કલાકથી પણ વધુ સમય થવા છતાં એક પણ દર્દીની તબિયત ન બગડતા તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિવિલમાં દાખલ દર્દીઓ માટેનું ભોજન અક્ષયપાત્ર સંસ્થામાંથી આવે છે.
ગુજરાતના વેપારીઓ માટે માઠા સમાચાર, રૂપાણી સરકારે શું કર્યું ફરમાન?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે રાત્રિ કર્ફ્યૂને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આવતી કાલથી આ જાહેરનામું અમલમાં આવશે. આઠ મહાનગરના લોકોને રાત્રિ કર્ફ્યૂ વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. જોકે, સરકારે વેપારીઓની ફરજિયાત રસીની તારીખ લંબાવવાની માંગ નકારી દીધી છે.
ગુજરાત સરકારે નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ધંધા-રોજગાર કે દુકાનો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના 14 દિવસથી કે હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
નોંધનીય છે કે, અગાઉ સરકારે ધંધા-રોજગાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને કર્મચારીઓ માટે 31મી જુલાઇ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ ફરજિયાત લેવાનો આદેશ આપ્યો હતો. આ માટે ગત રવિવારે સ્પેશિયલ વેક્સિનેશનનું પણ આયોજન કરાયું હતું. ત્યારે હવે 31મી જુલાઇ પછી ધંધા-રોજગાર ચાલું રાખવા માટે ફરજિયાત વેક્સિનનનો પહેલો ડોઝ લેવો જરૂરી છે. કોરોનાની રસીનો પહેલો ડોઝ નહીં લીધો હોય તેવા સંજોગોમાં સરકાર કાર્યવાહી કરી શકે છે.