ગાંધીનગરઃ સચિવાલયમાં નોકરી કરતાં યુવક સામે દિલ્લીની યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં કર્મચારીને પોલીસે જેલભેગો કરી દીધો છે. દિલ્લીની યુવતી અને આરોપી યુવક મેટ્રોમોનિયલ સાઇટથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી યુવકે યુવતીને ગાંધીનગર બોલાવી ગુનો આચર્યો હતો.
આ અંગે ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, સચિવાલય ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ફરજ બજાવતા કમલનારાયણ રાય(ઉ.વ.29)એ જીપીએસસી પાસ કર્યું છે અને દોઢ વર્ષી અહીં નોકરી કરતો હતો. કમલનારાયણ રાય અને ફરિયાદી યુવતી મેટ્રોમોનિયલ સાઇટથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 દરમિયાન બંને સંપર્કમાં રહ્યા. પહેલા ફોનથી બંને વચ્ચે વાતચીત થતી હતી. આ પછી આરોપીએ યુવતીને ગાંધીનગર બોલાવી હતી. પહેલા ગાંધીનગરની હોટલમાં અને પછી સેક્ટર આઠમાં આવેલા પીજીમાં યુવતીને રાખી હતી.
દરમિયાન યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો અને લગ્ન કરવા હોય તો 50 લાખ રૂપિયા માંગ્યા હતા. આમ, યુવકે પોત પ્રકાશતાં દિલ્લીની યુવતીએ ગાંધીનગરના સેક્ટર 7માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે આરોપી કમલનારાયણ રાયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. હાલ, આરોપીને જેલના હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરઃ સચિવાલયમાં નોકરી કરતાં યુવકે દિલ્લીની યુવતીને લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરિક સંબંધ ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2020 03:29 PM (IST)
યુવકે લગ્નનો ઇનકાર કરી દીધો હતો અને લગ્ન કરવા હોય તો 50 લાખ રૂપિયા માંગ્યા હતા. આમ, યુવકે પોત પ્રકાશતાં દિલ્લીની યુવતીએ ગાંધીનગરના સેક્ટર 7માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -