ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) હિન્દુઓની વસ્તી (Hindu Population) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, જ્યાં સુધી દેશમાં હિન્દુ વસ્તીની બહુમતી છે ત્યાં સુધી બંધારણ-દેશ-કાયદા-કાનૂન બધું જ સુરક્ષિત છે. ન કરે નારાયણ જ્યારે દેશમાં હિન્દુ વસ્તી ઘટી અને એમની વસ્તી વધી તો બધું જ નષ્ટ થઈ જશે. કાયદા કાનૂન બધું દફનાવી દેશે. હું બધા ની વાત નથી કરતો ઘણા મુસ્લિમો (Muslim) દેશ ભક્ત છે. 


તેમણે જણાવ્યું હતું કે, લવ જેહાદ અમે નામ નથી આપ્યુ લોકોએ કહ્યું છે. કાયદામાં અમે જોગવાઈ કરી છે. કહેવાતા લોકો હાઇકોર્ટમાં લવ જેહાદ સામે રીટ દાખલ કરે છે. મારે એમને પૂછવું છે કે જો તમારી દીકરી સામે આવું થાય તો પછી તમે રીટ દાખલ કરશો.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્મસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દુનિયાભરના રાક્ષસો, ગઝનવી, ખીલજી કે અંગ્રેજો હોય તેમના સેંકડો આક્રમણોને પૂર્વજોએ સહન કર્યું, જે અત્યાચાર થયા છે તેને આપણે જાણીએ છીએ. આતંકીઓ અને રાક્ષસો ના આક્રમણ છતાં રીત રિવાજો ધર્મ ને બદલી ન શક્યા. દુનિયામાં ખ્રિસ્તી દેશો પર આતંક મચાવે છે, હુમલા કરે તો રોકી શકતા નથી. આતંકીઓ જે કામ કરી રહ્યા છે તેનો ભૂતકાળ જોયેલો છે. રાક્ષસો રાક્ષસો ને મારી રહ્યા છે, અફઘાનિસ્તાનમાં થયેલા હુમલા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.