Gandhinagar: વિશ્વ મહિલા દિવસે જ ગાંધીનગરમાં બહેનોએ વિરોધ કરવાની ફરજ પડી છે. પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો વિરોધ નોંધાવી રહી છે. પરંતુ આજ દિવસ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ નથી. ત્યારે આજે પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ અને વિરોધ નોંધાવ્યો છે. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર બહેનોની અટકાયત કરી છે.


રાજકોટ જીલ્લાનાં ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનો સરકાર સુધી પોતાની પડતર માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમ્યા અને માંગ દિવસની ઉજવણી કરી હતી.


આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેની પડતર માંગણીઓ ને લઈ અનેક વખત રજુઆત માટે અલગ અલગ ના કાર્યક્રમો કર્યા આવેદનપત્ર પાઠવેલ અન્ય રીતે વિરોધ પ્રદર્શન પણ કર્યા બાદ પણ હજુ સુધી બહેનો ની પડતર માંગણીઓ પૂર્ણ કરવામા આવેલ નથી ત્યારે ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો હેલ્થ વર્કર બહેનોએ એકત્રિત થઈને ઘણા કાર્યક્રમો કર્યા બાદ પણ આજદિન સુધી કોઈ માંગણીઓ પૂર્ણ કરેલ નથી ત્યારે આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ જેવી કે મકાન ભાડા સમયસર આપો, મસાલા બીન સમયસર આપો , માનદ વેતન હોય કે અન્ય કોઈ માંગણીઓ હોય કોઈ પણ માંગણીઓ પૂર્ણ કરેલ નથી ત્યારે બહેનો એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીએ ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓ OPS લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે 16 સપ્ટેમ્બરના રોજ મંત્રી સાથેની બેઠકમાં તેમના પ્રશ્નનો કોઇ ઉકેલ ના આવતા પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીઓની માંગણી છે કે કેંદ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે. તે સિવાય GPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે તેવી માંગ કરવામાં આવી છે. જૂની પેન્શન સ્કીમ, ફીક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, GPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને ધરણા કરવામાં આવ્યા હતા.