ગાંધીનગરઃ ગુજરાતમાં  ડોકટરની હડતાળ પૂર્ણ થઈ છે. સરકારે ડોકટરની તમામ માગણી સ્વીકારી છે. ડોકટરોનું એરિયસ 5 હપ્તામાં ચૂકવાશે. આજે હડતાળ પહેલા ડોક્ટરોની આરોગ્ય મંત્રી સાથે બેઠક મળી હતી. બેઠક બાદર ડોક્ટરોએ હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારના સકારાત્મક વલણથી ડોક્ટરો સંતુષ્ટ હોવાનો દાવો કરાયો છે. 


સ્વીકારેલી માગણી...


1. રાજ્ય માં તબીબો ને નોન પ્રેસટીસ એલાઉન્સ બાબત
2. બેઝિક પગાર + નોન પ્રેક્ટિસ એલોઅઉન્સ
3.તબીબો ની એડહોક સેવા વિનયમિત કરવા બાબત
4. કેરિયર એડવન્સમેન્ટ સ્કીમ નો તબીબી શિક્ષકો લાભ આપવા બાબત
5. ડેન્ટિસ્ટ અને આયુષ શિક્ષકો ને લાભ આપવા બાબત
6. Mbbs કરાર આધારિત તબીબો ના પગાર ભથ્થા વધારવા બાબત
7. Gmers માં nps અને ગ્રેજ્યુએટી લાગુ કરવી, 


આ તમામ માંગો 31 માર્ચ સુધીમાં gr કરીને અમલીકરણ કરવામાં આવશે. સરકારે બાંહેધરી આપી છે. 


 


Anand : ધનિક પરિવારની પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત, મૂળ સુરતની રોક્ષાનો મૃતદેહ કેવી હાલતમાં મળી આવ્યો?


આણંદઃ શહેરમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદમાં રહેતા વેપારીની પત્નીનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. જોકે, પરણીતાના પિયરવાળાએ તેમની દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોસ્ટમર્ટમ કરાયું હતું, જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.


બોરસદની લેગસી સોસાયટીમાં રહેતા અમિત ઠક્કરના પત્ની રોક્ષાનું રહસ્યમય રીતે લગ્ન થયા છે. અમિત અને  સુરતની રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) સાથે પંદર વર્ષ પહેલાં  લગ્ન થયા હતા. તેમને લગ્નજીવનથી એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. રોક્ષાનું મોત થતાં સાસરીપક્ષવાળાએ તેના પિયરીવાળા ફોન કરી રોક્ષા પડી ગઈ હોવાની જાણ કરી હતી. જોકે, થોડાં જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. 


ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિણીતાના પરિવારજનો ડઘાઈ ગયા હતા. જોકે, તેઓ બોરસદ આવે એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. જોકે, મૃતકના ભાઈને મોતને લઈને શંકા જતાં અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. આથી બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જોકે, હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બહેનના મૃત્યુ પાછળ તેના સાસરીયાઓનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી છે.


રોક્ષાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરીના સભ્યોએ વ્યકત કરી છે. એટલું જ નહીં,  બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાની શંકા વ્યક્ત કરાી રહી છે.