વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હું છેલ્લી પાટલીમાં બેસતો હતો, ત્યાંથી મને અહીં સુધી પહોંચાડ્યો છે અને આ પ્રક્રિયા પહેલા પ્રચલિત છે. સંગઠન અને કાર્યની વાત કરતા કહ્યું કે, ગુજરાતના સંગઠનમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી સરકારની યોજનાઓને લાભાર્થી સુધી પહોંચાડવો તેનો પ્રયાસ કરીશું. બધાંનો આભાર માનું છું કે, મારા પર વિશ્વાસ મુક્યો છે અને આ જવાબદારી સોંપી છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પદગ્રહણ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી શૈલીમાં ટકોર કરી હતી. નીતિન પટેલે પોતાના ભાષણમાં નવા પ્રમુખ સી.આર.પાટીલને સી.આર.ભાઈ તરીકે સંબોધન કર્યું હતું. તેમણે કપડાં બાબતે બંને વચ્ચેની સામ્યતા અંગે કહ્યું હતું કે, અમે બંને વ્હાઈટ કપડાં પહેરીએ છીએ. જ્યારે ઊંચાઈમાં પણ અમે બંને સરખા છીએ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે બીજેપીના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સાંભળી લીધો છે. વર્ષો સુધી સંગઠનનું કામ કર્યું છે. બધાંને ભરોસો છે કે, તેમના નેતૃત્વમાં પ્રદેશ બીજેપી પ્રગતિ કરશે.
આવનારી તમામ ચૂંટણી અને 2022ની વિધાનસભામાં 7મી વખત બીજેપીની સરકાર બનશે. પાટીલ સાંસદ તરીકે નવીનતમ પ્રયોગ કરી સરકારી યોજના ઘરે ઘરે પહોંચે તેનું કામ કર્યું છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં માહિર છે. બનારસની જવાબદારી અને બિહારમાં સહ પ્રભારી રહ્યા છે એટલે બહોળો અનુભવ અને પીઢ નેતા છે અને તેના નેતૃત્વમાં આગળ વધશે.