ગાંધીનગરઃ આજે 10 લાખથી વધુ ઉમેદવારો બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપશે. પરીક્ષાને લઇને એસટી વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસ દોડાવશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


રાજ્યમાં 3 હજાર 243 કેન્દ્ર પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. પેપર લીક ન થાય માટે પૂરી તૈયારી હોવાનો ગૌણ સેવા પસંદગી મંડળે દાવો કર્યો હતો.  પ્રથમવાર પ્રશ્નપત્રો ગાંધીનગરમાં સેંટ્રલ સ્ટ્રોંગ રુમમાં રખાયા ચે.  પરીક્ષા કેન્દ્રમાં કર્મચારીઓ માટે પણ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


 


ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે એક્ઝામ


 


કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે.


આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.


 


એકેડમિક કેલેન્ડરમાં વેકેશન પણ આ કારણે લેવાયો નિર્ણય


 


સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં 1 મેથી વેકેશન જાહેર કરાયું છે. પરંતુ કોરોનાના કારણે એકેડેમિક સત્ર ખોરવાતા અને આગળનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે ઉનાળુ વેકેશનમાં જ પરીક્ષા ગોઠવવી પડી છે. પરંતુ વિદ્યાર્થીઓને તો ઉનાળુ વેકેશનનો લાભ નહીં મેળે અને વેકેશનમાં જ પરીક્ષા આપવી પડશે. 26મી મેથી શરૂ થનારી પરીક્ષાઓના ફોર્મ કોલેજ દ્વારા લેટ ફી સાથે 7મી મે સુધીમાં ભરવાની મુદત અપાઈ છે.