ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસના નેતાઓમાં નારાજગી યથાવત છે. ગાંધીનગર જિલ્લમાં કૉંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દિધુ છે. જિલ્લા પંચાયતની છાલા બેઠક પર રજુઆત કરેલ ઉમેદવારને ટીકીટ નહીં આપતા રાજીનામું આપ્યું છે.



બિન અનામત છાલા બેઠક માટે ઓબીસી ઉમેદવારને પક્ષે ટીકીટ આપતા જશુભા રાણાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી તરીકે જશુભા રાણા ફરજ બજાવી ચુક્યા છે.

રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.