ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, આ પેટાચૂંટણીની જાહેરાતમાં વિલંબધી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યોની ચિંતા વધી છે. જાહેરાતમાં સમય લાગતા ભાજપ પક્ષના જ અન્ય પ્રબળ દાવેદારોની સંખ્યા વધવાની તેમને ચિંતા છે.


ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. ખાલી પડેલી બેઠકોની છ મહિનામાં  પેટાચૂંટણી યોજવાની જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ આઠમાંથી પાંચ બેઠકની 15 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવી પડે. જોકે, કોરોના સંક્રમણના જોખમના કારણે હજુ સુધી પેટાચૂંટણી યોજવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

જો કે હાલ ચૂંટણી યોજાય તો કોરોના મહામારીનો મુદ્દો મોટો બની શકે તેમ છે. વેપાર-ધંધાને થયેલા નુકસાનથી ઉભા થયેલા આક્રોશનો સામનો કરવો પડી શકે છે.