G20 Summit Gujarat Live: ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છેઃ પિયુષ ગોયલ
G20 Summit Gujarat : ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બેઠકનો B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગનો શુભારંભ થયો
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બેઠકનો B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગનો શુભારંભ થયો
ગાંધીનગરથી આજથી જી-20 સમિટનો પ્રારંભ થયો...આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના મહેમાનો હાજર રહ્યા..આ જી-20 સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે...ભારતમાં 200થી વધુ મીટિંગો થવાની છે.જેમાં 15 જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે...ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવ્યા છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું, રાજ્ય સરકારની મદદથી એક મંચ પૂરું પાડવામાં આવ્યું તેમાં અનેક લોકો જોડાયા. સાર્વજનિક ફંડનાં ઉપયોગથી અનેક કાર્યો થયા. અનેક બેંક ઈ કોમર્સ કંપનીથી લઈને મોટી મોટી કંપનીઆમાં સાથે આવી. ડિસેમ્બર 2022માં 1.5 ટ્રિલિયન US ડોલરનું ટ્રાંઝેક્શન થયું. કોરોનાકાળ હોય કે પછી રસીકરણ પ્રક્રિયા- તમામ કર્યો ઓનલાઇન કરવામાં આવ્યા અને તેમાં મોટી સફળતા પણ મળી. પીએમનો વિચાર હતો કે ડિજિટલ દિશામાં આગળ વધવામાં આવે અને સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, જે પ્રમાણે પડકાર આવે છે તેની સામે ભારત સતત કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીની લીડરશિપ હેઠળ કામ કરી રહ્યા છીએ, પાછલા 2 વર્ષથી ખૂબ મુશ્કેલીઓનો સામનો વિશ્વ કરી રહ્યું છે, મોટી મોટી અર્થવ્યવસ્થાઓ ખોરવાઈ છે, કોરોના મહામારી શરૂ થઈ અને અર્થ વ્યવસ્થા રોકાઈ ગઈ હતી, સમગ્ર સમયગાળા દરમિયાન ડિજિટલાઈઝેશન ખૂબ અગત્યનું પાસું હતું . તમામ દેશ આ દિશામાં આગળ વધી રહ્યા હતા, 2015માં ડિજિટલ કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો. PPP મોડલ પર કામ કરવાનું વિચાર્યું અને તે દિશામાં આગળ વધ્યા, જેમાં સફળતા પણ મળી.
અમે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. અનેક આ પરિસ્થિતિમાં અમે 12 ગણો વિકાસ કર્યો છે. છેવાડાનાં લોકો સુધી અમારી નીતિઓ પહોંચે તે દિશામાં કામ કર્યું છે. સરકાર ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે અને તેના જ કારણે દેશની વિકાસ શક્ય છે. ટેલિકોમ ક્ષેત્રે આગામી 2 વર્ષ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિ છે કે ગમે તેટલી મહામારી હોય કે અન્ય તકલીફ કોઈ પણ વ્યક્તિ દેશમાં ભૂખ થી ન મરે તે સરકારનું લક્ષ્ય હતું. અનેક લોકો વિચારતા હતા કે ભારત આનો સામનો કેવી રીતે કરશે, પરંતુ આજે સ્થિતિ જુદી છે આજે ભારતનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. 5 મિલિયન ભારતીયો આજે મફત ચિકિત્સા મળે તેનું આયોજન કર્યું. અનેક દેશોએ આ પ્રયાસ કર્યા અને નાકામ રહ્યા પણ તે દિશામાં ભારત સફળ થયું.
ભારત 75 વર્ષ નિમિત્તે આઝાદી નું અમૃત મહોત્સવ માનવી રહ્યું છે, જેમાં આગામી 25 વર્ષ માટે નીતિ નક્કી કરવામાં આવી રહી છે. આગામી 25 વર્ષમાં ભારત વિકસિત દેશ બનીને ઉભરે તે દિશામાં કામ કરી રહ્યા છે. પાછલા 3 દશકમાં ભારતે મોટા પાયે વિકાસ કર્યો છે. 1991 થી લઈને અનેક વ્યવસાઇક નિર્ણયો લેવામાં આવ્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી અનેક કામ કરવામાં આવ્યા છે. 3 દશકમાં 3.2 ટ્રિલિયન ડોલર એટલે કે 11 ગણી વધારવામાં આવી છે.
ગુજરાત બિઝનેસ માટે શરૂઆતનું યોગ્ય સ્થળ છે. ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છે. ધીરુભાઈ અંબાણી, અદાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ અહી જનમ્યા છે. મહાત્મા ગાંધીએ હંમેશા વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું હતું, કોઈપણ વ્યવસાય માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. નાનામાં નાનો ખેડૂત હોય કે અન્ય તમામ લોકો વ્યવસાય કરવામાં નિપુણ છે. આ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ છે જે અહીથી આવ્યા છે, ધીરુભાઈ અંબાણીથી લઈને અનેક નામ છે. મહાત્મા ગાંધીએ પણ વ્યવસાય માટે અનેક વાતો કહી છે. દેશના વિકાસ માટે વ્યવસાય કેટલો અગત્યનો છે તેની પણ વાત મહાત્મા ગાંધી એ કરી છે.
24 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ ઓપનિંગ સેશનમાં માનનીય કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલ, માનનીય કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ શ્રી માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપશે.
ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે બિઝનેસ20 ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.
બ્રેકગ્રાઉન્ડ
G20 Summit Gujarat : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર શ્રીહિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે. ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -