Gandhinagar Accident: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં લોકોના મોત થયા છે. રાજ્યની રાજધાની ગાંધીનગરના રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 5 લોકોના મોત થયાના સમાચાર છે.

Continues below advertisement


મળતી માહિતી પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અકસ્માત સર્જાયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


6 યુવાનો માણસથી પેથાપુર મૂવી જોવા આવ્યા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે આ અકસ્માત થયો હતો. 


મૃતકોના નામ 


મોહંમદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ 
સાહિલ ચૌહાણ 
મોહંમદ બેલીમ 
અસ્ફાક ચૌહાણ 


ઇજાગ્રસ્ત


શાહનવાબ ચૌહાણ


રાજકોટમાં અકસ્માત


રાજકોટ જિલ્લાના આટકોટ કરણુંકી રોડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ગરણી ગામની 50 વર્ષીય મહિલાનું મોત થયું છે. બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.