ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 6 મહાનગરો સહિત 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ (Night curfew)લગાવવામાં આવ્યું છે. કોરોનાના (Coronavirus)સંક્રમણને લઇને હવે ગાંધીનગર(Gandhinager) અક્ષરધામ મંદીર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ગાંધીનગર અક્ષરધામ મંદિર (Akshardham temple)બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અક્ષરધામ સંકુલ (Akshardham temple) દર્શનાર્થીઓ માટે તારીખ ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ રાખવામાં આવશે. અક્ષરધામ મંદિર (Akshardham temple)બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે રાજ્યમાં પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા.