ગાંધીનગરઃ CBIએ બુધવારે મોડી સાંજે ગાંધીધામ યુનિટના સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેના પત્ની વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.  તપાસ દરમિયાન આવક કરતા 74 ટકા વધુ કુલ 3.71 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.  42 લાખ રોકડા ઉપરાંત એક કરોડની કિંમતી ઘડિયાળો, ફોરેન કરન્સી મળી છે. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


સીબીઆઈને ખાનગી માહિતી મળી હતી કે ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીએ વર્ષ 2017થી 2021ના નોકરીના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી છે. આ વિગતોના આધારે સીબીઆઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મહેશ ચૌધરીએ રાજસ્થાનના બાડમેર પર તેના અન્ય પરિવારજનોના નામે કરોડો રૂપિયાની જમીનમાં રોકાણ કર્યુ હતુ.


અમદાવાદના પ્રહલાદનગરમાં તેની પત્નીના નામે રૂપિયા છ કરોડની કિંમતનો ફ્લેટ લીધો હતો. જેમાં કુલ 3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. ગુરૂવારે સીબીઆઈએ સેન્ટ્રલ જીએસટી કચેરી પર આવેલ મહેશ ચૌધરીની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને કોમ્પ્યુટર સહિત કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હજુ પણ અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.


Gandhinagar: ખેડૂતો માટે માઠા સમાચાર, શું ધરતીપુત્રોને નહીં મળે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ?


Gujarat Agriculture News: ખેડૂતો માટે  માઠા સમાચાર છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહીં થાય.

રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1મી.મી.થી 28મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો


ભાજપ નેતા હાર્દિક પટેલ કેમ સામે વોરંટ ઈસ્યુ થઈ શકે છે ?




 



ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નિકોલમાં ઉપવાસ મામલે હાર્દિક પટેલ ગીતા પટેલ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હાર્દિક પટેલની ઘરેથી જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તે સમયે હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું, જે મુદ્દે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં(મિરઝાપુર કોર્ટમાં) હાર્દિક પટેલને હાજર રહેવા માટે ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કરેલું છે. આ કેસની આજની સુનાવણી સમયે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ છે. જો હાર્દિક પટેલ આ કેસમાં હાજર નહીં રહે તો તેની સામે વોરંટ ઇસ્યુ થઈ શકે છે