GANDHINAGAR : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UPSC ફાઈનલ અને પ્રિલિમ્સ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનારા યુવાઓનું ગાંધીનગર ખાતે સન્માન કર્યુ.   2022ની UPSCની પરીક્ષામાં ગુજરાતમાંથી કુલ 171 યુવાનોએ પ્રિલિમ્સ પરીક્ષામાં સફળતા મેળવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમાંથી 143 વિદ્યાર્થીઓ SPIPAના તાલીમાર્થી છે


ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર UPSC  ફાઈનલ પરીક્ષા ઉતિર્ણ કરનારા યુવકને રુ.51 હજાર અને યુવતિને રૂ.61 હજારની પ્રોત્સાહક રાશિ આપે છે.જ્યારે UPSC પ્રિલિમમાં ઉતિર્ણ થનારા યુવકને રુ.25 હજાર અને યુવતિને રુ.30 હજાર પ્રોત્સાહક રાશિરૂપે આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ 12 જેટલા યુવાઓને સર્ટીફિકેટ અને સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યુ.


મુખ્યમંત્રીએ આ સહાય રાશિના ચેક ઉપરાંત સર્ટીફિકેટ તેમ જ સ્મૃતિચિહ્ન આપીને યુવાનોનું સન્માન કર્યું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સ્પીપાના મહાનિયામક આર.સી.મીણા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


17 વર્ષની કુસ્તીબાજે રહ્યો ઈતિહાસ, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય બની
Antim Panghal Wins Gold: હરિયાણાની 17 વર્ષની કુસ્તીબાજ અંતિમ પંઘાલે ઈતિહાસ રચી દીધો છે. U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય યુવતી બની છે. તેણે 53 કિગ્રા વજન વર્ગની ફાઈનલ મેચમાં કઝાકિસ્તાનની એટલિન શગાયેવાને 8-0થી હરાવી હતી.


આ ટૂર્નામેન્ટના 34 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય છોકરી પોડિયમમાં ટોચ પર પહોંચી હોય. અંતિમે આ ટુર્નામેન્ટમાં તેની તમામ કુસ્તી મેચો જીતી હતી. ગોલ્ડની તેની સફરમાં તેણે યુરોપિયન ચેમ્પિયન ઓલિવિયા એન્ડ્રીચને પણ એકતરફી (11-0)થી હરાવી હતી.


બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં, અંતિમે તેમની સેમિ-ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલ મેચો એકતરફી અંદાજમાં જીતી હતી. તેણીએ સેમિફાઇનલમાં યુક્રેનની નતાલિયાને 11-2થી હરાવી હતી, જ્યારે તેણે અગાઉની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અયાકા કિમુરાને હરાવી હતો.


ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું લક્ષ્ય 
ગોલ્ડ મેડલ મેચ જીત્યા બાદ અંતિમે કહ્યું, મને રેકોર્ડ વિશે ખબર નહોતી. ગોલ્ડ જીત્યા બાદ કોચે મને કહ્યું કે તું આ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છોકરી છે. મને કુસ્તીમાં કારકિર્દી બનાવવાની મંજૂરી આપવા બદલ હું મારા માતા-પિતાનો આભાર માનું છું. ખાસ કરીને દીદી (કબડ્ડી પ્લેયર સરિતા)એ મને ખૂબ સપોર્ટ કર્યો અને પ્રોત્સાહિત કરી. મારું લક્ષ્ય ઓલિમ્પિકમાં પણ ભારત માટે મેડલ જીતવાનું છે.