GANDHINAGAR : ગુજરાતમાં મતદારયાદીમાં અનેક ગડબડોનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ કહ્યું કે  ગુજરાતમાં મતદાર યાદીમાં  લાખોની સંખ્યામાં ડુપ્લીકેટ નામો અને બોગસ મતદારો છે. આ અંગે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળવા ગયું હતું જેમાં કોંગ્રેસ પક્ષે ચૂંટણીપંચ ના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.


ચૂંટણી અધિકારી ઈમાનદારીથી કામ કરે તેવી માંગ 
આવતીકાલ 21-08-2022 થી રાજ્યમાં મતદાર સુધારા કાર્યકમ શરૂ થવા જઈ રહ્યો છે. જો કે આ મતદાર સુધારા કાર્યકમમાં ચૂંટણી અધિકારી ઈમાનદારીથી કામ કરે તેવી માંગ કોંગ્રેસના ડેલિગેશને કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષે વધુમાં જણાવ્યું છે કે મતદાર સુધારા કાર્યકમ કરવા છતાંય મતદાન કરતી વખતે ઘણા બધાના નામ કમી થઈ ગયેલા હોવાનું જાણવા મળે છે, તો કેટલીક જગ્યાએ ડુપ્લિકેટ મતદાર પણ સામે આવે છે જેથી આ વખતે ચુંટણી અધિકારી  ચોક્કસાઈથી કામ કરે.


ગાંધીનગર ઉત્તરમાં 8 થી 10 હજાર ડુપ્લિકેટ મતદારો - સી જે ચાવડાનો દાવો 
કે સી જે ચાવડાએ ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે આગઉ મહેસાણા વિભાગમાં 6679 ડુપ્લિકેટ મતદારો જોવા મળ્યા હતા. આ સિવાય રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ઉત્તરમાં 8 થી 10 હજાર ડુપ્લિકેટ મતદારો છે તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત એક જ સોસાયટી અને એક જ ઘર અને એક કુટુંબમાં ડુપ્લીકેટ મતદારો સામે આવ્યા છે. જેથી આ કામગીરી કરતા ચૂંટણીના અધિકારી સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. 


જે મતદાર અવસાન પામ્યા તેના નામે બોગસ વોટિંગ - સી જે ચાવડાનો દાવો 
આ ઉપરાંત સી જે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે જે મતદારો મરણ પામ્યા છે તેમનું નામ મતદાર યાદીમાંથી કમી હોવું જોઈએ. તેમનું નામ કમી નહિ હોવાના કારણે તેમના બદલે અન્ય મતદાર મત નાખી દે છે. 


તેમણે કહ્યું કે ભૂતકાળમાં જ્યારે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી થઈ હતી તે વખતે કોંગ્રેસ પક્ષે 20 જેટલી બેઠકો 1 હજાર જેટલા નજીવા મતો થી હારી હતી, જેથી આ ભૂલનું પુનરાવર્તન ન થાય તેવી ચૂંટણીપાંચ  સમક્ષ આશા રાખવામાં આવે છે. જો ચૂંટણીપંચ યોગ્ય રીતે કામ નહીં કરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટેનો દરવાજો ખખડાવીને ચૂંટણી પચ સમક્ષ ફરિયાદ કરશે.