ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારના કર્મચારીની નોકરીની સેવા સળંગ ગણવામાં આવશે. વર્ષ 2017ના ઠરાવ અંતર્ગત વર્ષ 2006 પહેલાના કર્મચારીઓને લાભ મળશે. વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારના 42 હજારથી વધુ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કેહવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ તમામ લાભો મળશે. અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.
વધુમાં તેમણે કહ્યું કે આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે., રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.
Updates: Smartphoneમાંથી નીકળીને હવામાં ઉડશે Camera, ખુદ Drone બનીને ક્લિક કરશે તસવીરો, જાણો કઇ કંપનીનો છે આ ફોન.....
Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ
Krishna Janmashtami : સૌરાષ્ટ્રના આ મેળાના રંગમાં પડ્યો ભંગ, ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા
BJP Parliamentary Board: ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી, આ દિગ્ગજોની કરાઈ હકાલપટ્ટી