ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર દેખાવો કરી રહ્યા છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.


કોગ્રેસના ધારાસભ્યો બેરોજગારી, કોન્ટ્રાક્ટ, આઉટ સોસિંગની પ્રથા મુદ્દે વિરોધ કર્યો હતો. પ્લે કાર્ડ સાથે વિધાનસભા પરિસરના પગથિયા પર બેસી કોગ્રેસના ધારાસભ્યોએ દારૂ-ડ્રગ્સ, મહિલા સુરક્ષા, મહાઠગ કિરણ પટેલ, ઝવેરી પંચના રિપોર્ટ મુદ્દે દેખાવો કર્યા હતા.


વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચશે, યુટ્યુબ ચેનલ કરવામાં આવી શરૂ


Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો કલીપમાં હશે.


Yuva Swavalamban Yojana : રાજ્યમાં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કેટલી સહાય ચૂકવવામાં આવી ?


Gandhinagar: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્ય ચિરાગ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, છેલ્લા બે વર્ષે માં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કરોડો રૂપિયાની સહાય ચૂકવાઇ છે. છેલ્લા બે વર્ષે માં 209.74 કરોડની સહાય ચૂકવાઇ છે, 53 હજાર 924 લાભાર્થી વિદ્યાર્થીઓ ને સહાય ચૂકવાઈ છે.


એમબીએ અને એમસીએની કોલેજોમાં કેટલી સીટો ખાલી ?


વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં રાજ્યની એમબીએ અને એમસીએની કોલેજોમાં કેટલી સીટો ખાલી છે તા પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, એમબીએની 21 હજાર 652 સીટો ભરાઈ છે, જેની સામે 7 હજાર 929 સીટોઓ ખાલી છે, જ્યારે એમસીએની 7 હજાર 73 સીટો ભરાઈ છે અને 5 હજાર 461 સીટો ખાલી છે.

અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓના પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, 1773 મંજૂર મહેકમ સામે 1340 જગ્યા ભરાયેલી છે, તો 433 જગ્યાઓ વહીવટી કારણોસર ખાલી છે.



ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું, રાજ્યમાં ડિગ્રી ઇજનેરી અભ્યાસ ક્રમની 69 હજાર 410 બેઠકો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં સરકારી કોલેજમાં 12 હજાર 103 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 6 હજાર 822 સરકારી કોલેજોમાં જગ્યા ખાલી રહી છે. તો અનુદાનિત બેઠકોમાં 2606 જગ્યા ભરાઈ અને 538 જગ્યા ખાલી રહી છે. સ્વનિર્ભર કોલેજોની 50 હજાર 840 જગ્યા ભરાઈ જ્યારે 62 હજાર 829 જગ્યાઓ ખાલી રહી છે.


અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં એએમસીએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ પગપેસારો કર્યો છે