Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો કલીપમાં હશે.


ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર દેખાવો કરી રહ્યા છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કોગ્રેસના ધારાસભ્યો બેરોજગારી, કોન્ટ્રાક્ટ, આઉટ સોસિંગની પ્રથા મુદ્દે વિરોધ કર્યો હતો. પ્લે કાર્ડ સાથે વિધાનસભા પરિસરના પગથિયા પર બેસી કોગ્રેસના ધારાસભ્યોએ દારૂ-ડ્રગ્સ, મહિલા સુરક્ષા, મહાઠગ કિરણ પટેલ, ઝવેરી પંચના રિપોર્ટ મુદ્દે દેખાવો કર્યા હતા.


કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં અદાણી મોદી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતાં. આજે બીજા દિવસે પણ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા થાય નહીં તે માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્રાંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ પ્લેકાર્ડ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.


કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહિવટદાર હોવાનું સમગ્ર દુનિયાએ જોયું છે અને આ મુદ્દાને લીધે ગુજરાત અને સરકારની છબી ખરડાઈ છે. કોંગ્રેસ દ્વારા આજે ગૃહમાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવા માટે સભા તાકિદની નોટીસ આપી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી જવાબ આપે એવી માગણી કરવાના હતા. શું સરકાર ચર્ચામાંથી ભાગવા માંગે છે? આ કિસ્સામાં સરકાર શું છૂપાવવા માંગે છે? કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત રોજ કરવામાં આવેલો વિરોધ એ માત્ર વિરોધ ન હતો. બીજી તરફ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચર્ચામાં ન આવે અને આખીયે આ ઘટનામાં પીએમઓની ભાગીદારી ખૂલ્લી ના પડે તે માટે કોંગ્રેસ પક્ષને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.