Gandhinagar: ગાંધીનગર એલસીબી પોલીસે કરોડોના ક્રિકેટ સટ્ટો જડપ્યો છે. નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગાધિનગરના રાંદેસણ વિસ્તારમાંથી પોલીસે મોટા પાયે ચાલતા ક્રિકેટ સટ્ટો જડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી મોબાઈલ, લેપટોપ સહિત રોકડ રકમ પણ મળી આવી છે. કરોડોના ક્રિકેટ સટ્ટા અંગે પોલીસની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલું છે.


મળતી માહિતી પ્રમાણે પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  કરોડો રૂપિયાના સટ્ટા કાંડમાં પોલીસે ઘટના સ્થળેથી 4 લેપટોપ 50 જેટલા મોબાઈલ અને રોકડ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર સટ્ટાકાંડનું કનેક્શન દુબઈ સાથે જોડાયેલ હોવાની પોલીસને વિગતો મળી છે. પોલીસ આવતીકાલે પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો આપશે. 


યુવરાજસિંહની મુશ્કેલી વધી


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.  યુવરાજસિંહને ભાવનગરની એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટની બહાર ડીવાયએસપી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  નોંધનીય છે કે, ગઈકાલે ડમીકાંડમાં નામ જાહેર ન કરવાની બાબતે યુવરાજસિંહે પૈસા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. આંમ યુવરાજ 29 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે.



ધરપકડ બાદ યુવરાજસિંહે આપી પહેલી પ્રતિક્રિયા


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ. નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરશે. બપોરે 4થી 4:30 વચ્ચે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે. તોડકાંડ અંગે યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માગણી કરશે.