Gandhinagar : ગાંધીનગર મહાનગર પાલિકાના બે કર્મચારીઓ ઢોર નહીં પકડવા માટે લાંચ લેતા ACB દ્વારા ઝડપી લેવાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના એનિમલ કેચર તેમજ ઢોર પાર્ટીના ડ્રાઇવર લાંચ લેતા ઝડપાયા છે. આ બંને આરોપીઓ મહિનાના 3 હજાર લેખે હપ્તા લઈને પશુપાલકોને તેમના વિસ્તારમાં કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરીની માહિતી અગાઉથી આપી દેતા. જુદા-જુદા પશુપાલકોની ફરિયાદના આધાતે 15 હજારની લાંચ લેતા બને આરોપી ઝડપી લેવાયા છે. 


પકડાયેલ આરોપી એનિમલ કેચર મનોજકુમાર અને ચાલક બંટી વાઘેલા લાંચ લેતા પકડાયા છે. બને આરોપીની ACBએ અટકાયત કરી છે. આરોપીઓના ઘરે ACB દ્વારા સર્ચ પણ કરવામાં આવશે.ઉપરાંત અન્ય કર્મચારીઓની સંડોવણી છે કે, નહીં તેની પણ તપાસ થશે. 


આખલાએ અડફેટે લેતા 70 વર્ષીય વૃદ્ધા લોહીલુહાણ 
સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર -વેરાવળમાં ઢોરના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતાં. ઢોરના કારણે ઇજા  પામેલા વૃદ્ધા નું નામ જીવીબેન મકવાણા હોવાનું સામે આવ્યું છે.


70 વર્ષીય આ વૃદ્ધા આપવી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓને આખલાએ અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. આ વૃદ્ધાએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી આ જીવીબેન મકવાણા નામના વૃદ્ધાને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ વૃદ્ધા મહિલાને છોડાવ્યા હતા.


જીવીબેનના પુત્ર એ જણાવ્યું હતું કે તેમને અન્ય લોકોએ જ્યારે તેમના માતુશ્રી ઘાયલ હોવાની જાણ કરી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તેમના માતા લોહીલુહાણ હાલતમાં હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ફોન કરીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


વૃદ્ધ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ થઇ હતી. મહિલાના અન્ય સંબંધીઓએ કહ્યું હતું કે શાપર અને વેરાવળમાં પશુઓનો બહુ વધારે ત્રાસ છે. ત્યાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે.


 આ પણ વાંચો : 


ANAND : તારાપુરમાં ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્નનોંધણીનું કૌભાંડ, તલાટી સસ્પેન્ડ