Gandhinagar News: ગાંધીનગરના દહેગામના તળાવમાં યુવક-યુવતીએ આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ દહેગામના ગલેવા ગામના યુવાને અમદાવાદ ના મણિનગરની યુવતી સાથે આપઘાત કર્યો હતો. દહેગામ નગરપાલિકાના તળાવમાં પડી આપઘાત કર્યો હતો. ડેડબોડીને પીએમ માટે દહેગામ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. દહેગામ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદના નિકોલમાં રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા બાદ પણ દહેજના દૂષણ તથા પતિની પ્રેમ લીલાના કારણે લગ્ના બે વર્ષમાં ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા સાથે પાંચમી વખત લગ્ન કર્યા હોવા છતાં પતિ છઠ્ઠી મહિલા સાથે વાત કરતાં પકડાઇ ગયો હતો. પતિ લાજવાના બદલે ગાઝ્યો કે અને કહેવા લાગ્યો કે તું પણ દહેજમાં કંઇ નહી લાવે તો તને પણ કાઢી મૂકીશ કહીને માર માર્યા બાદ તગેડી મૂકી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે પતિ સહિત સાસરીના છ લોકો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




હાલમાં નિકોલમાં સાત મહિનાથી પિયરમાં રહેતી 29 વર્ષની મહિલાએ કૃષ્ણનગર વિસ્તારમાં હીરાવાડી ખાતે રહેતા પતિ સહિત સાસરીના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ બે વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા, લગ્ન બાદ સાત મહિના સુધી સાસરી વાળાએ સારી રીતે રાખી હતી બાદમા ઘરકામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા તેવામાં મહિલાને ખબર પડી કે તેના પતિએ અગાઉ ચાર વખત લગ્ન કરીને છૂટાછેડા આપ્યા હતા.




એક દિવલ પતિ કોઇ બીજી મહિલા સાતે વાત કરતાં પકડાયા તો મહિલાએ કોની સાથે વાત કરો છો તેમ કહેતા હું કોઇની પણ સાથે વાત કરુ તારે મારા ઘરનો વહીવટ કરવાની જરુર નથી એટલું જ નહી અગાઇની ચાર પત્નીએ દહેજમાં કંઇ ના આપતાં મે કાઢી મૂકી હતી. તું પણ દહેજમાં દાગીના તથા રોકડા બે લાખ નહી લાવે તો તને પણ કાઢી મૂકીશ કહીને ફરિયાદી મહિલા સાથે મારઝૂડ કરતાં મહિલા પિયરમાં રહેવા જતી હતી. સાત મહિના સુધી તેડી ગયા ન હોવાથી આખરે મહિલાએ નિકોલ પોલીસે પતિ સહિત સાસરીના છ લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.