Submarine And Dwarka News: ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડુબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઇ શકશે. આ માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટને શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે, આની ઓફિશિયલ જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત છે કે, સબમરીનની આ એક ટ્રિપ બે કલાકથી વધુની હશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રૂ મેમ્બર સાથે સફરમાં જઇ શકશે. 




ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી જે અરબી સમુદ્રમાં ડુબી ચૂકી છે, જેના પણ હવે હરિ ભક્તો દર્શન કરી શકશે. સમાચાર મળી રહ્યાં છે કે, ભગવાન શ્રી કૃષ્ણની ડૂબેલી દ્વારકાના દર્શન સબમરીનની મદદથી થશે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં જઈને દર્શન થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાવ ડૉક શિપયાર્ડ કંપની વચ્ચે mou થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ એમઓયુની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત છે કે, દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે.


મોદી સરકાર ઊંઝાના આ ઐતિહાસિક મહાદેવ મંદિરનો કરશે વિકાસ, જાણો શું છે મંદિરની વિશેષતા


કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને સાચવવાનું કામ કરી રહી છે, હવે આ કડીમાં પ્રસાદ યોજના અંતર્ગત મહેસાણાના એક મંદિરનો પણ જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઊંઝાના સૂણકમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર અને વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના કેટલાક ઐતિહાસિક મંદિરોની એક યાદી તૈયાર કરી છે, જેનો વિકાસ કરવામાં આવનારો છે. આ લિસ્ટમાં હવે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામમાં આવેલા નિલકંઠ મહાદેવનું પણ નામ સામેલ છે. આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવ મંદિરનું હવે વિકાસ કાર્ય પ્રસાદ યોજના અંતર્ગત કરવામાં આવશે. ખાસ વાત છે કે, સુણોકનું આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવનું મંદિર પૂર્વાભિમૂખ છે, એટલે કે અહીં પૂર્વાભિમૂખ નીલકંઠ મહાદેવ છે, જે 16 સ્તંભ પર છે, મંદિરની દિવાલો પર હિન્દુ નાગરશૈલીના અનેક શિલ્પો અને સ્થાપત્યો અંકિત થયેલા છે.કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઐતિહાસિક મંદિરોનું વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં નવી ઓળખ કરાયેલાં સ્થાનોમાં તમિલનાડુનાં 8 મંદિરો, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3 મંદિરોનો સમાવેશ થાય છે.