Gandhinagar News: રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં તોડ કરનારની ધરપકડ કરવામાં આવતાં તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ અનેક શાળાઓમાં જઈને તોડ કરી ચુક્યો છે અને તે એક RTI એક્ટિવિસ્ટ છે.


મહેન્દ્ર પટેલ પાસેથી લાખોની રકમ મળી છે. તેણે 18 કરતા વધુ શાળાઓનો તોડ કર્યો છે. મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓ પણ મળેલા છે અને તેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે. સુરતના શાળા સંચાલકે CID ક્રાઈમને અરજી કરી હતી કે, RTIના આધાર પર  એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે. જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા.


શું શું મળ્યું


CID ક્રાઈમને મહેન્દ્ર પટેલના ઘરેથી મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.


બાળ ફિલ્મ બતાવવાના નામે મહેન્દ્ર પટેલ શાળામાં ઘૂસતો હતો


 શિક્ષણ વિભાગના અનેક લોકો મહેન્દ્ર પટેલ સાથે જોડાયેલા હતા. 13 વર્ષ અગાઉ આ જ પ્રકારે રેકેટ સામે આવ્યું હતું. બાળ ફિલ્મ બતાવવાના નામે મહેન્દ્ર પટેલ શાળામાં ઘૂસતો હતો.


આ શાળાઓમાં કર્યો તોડ





જિલ્લા શિક્ષણાધિકારી-અન્ય અધિકારીઓની પૂછપરછ - સર્કિટ હાઉસ સહિતના મુદ્દા ગંભીરતાથી ચકાસ્યા રાજકોટની જુદી જુદી સ્કૂલોમાંથી ફિલ્મ દર્શાવવાના બહાને, પોતે સરકારી ઓફિસર છે તેવું છળ રચીને હજારો રૂપિયા એંઠી ગયેલા મહેન્દ્ર પટેલ અને તેને ‘મદદગારી’ કરનાર જિલ્લા શિક્ષણાધિકારી કેટી બગડાના પ્રકરણને અંતે સરકારે ગંભીરતાથી લીધું છે. આજે ગાંધીનગરથી એક વિશેષ ટુકડી આ બાબતે તપાસ માટે રાજકોટ આવી હતી. અગાઉ તમામ સ્તરે બગડા તથા મહેન્દ્ર પટેલને બચાવવાના પ્રયાસ થયા બાદ આખરે શિક્ષણ વિભાગે આ અંગે આવશ્યક વલણ દાખવ્યું છે. શિક્ષણ વિભાગના નાયબ નિયમક પંડિત રાજકોટ આવ્યા હતા. જે સ્કૂલ સંચાલકો મહેન્દ્ર પટેલના છળનો ભોગ બન્યા છે તેવા લોકોને મળીને તેમણે આખી હકીકત જાણી હતી. નિવેદનો લિધા હતા. કંઇ રીતે મહેન્દ્ર પટેલે પોતાની જાળ બિછાવી, સ્કૂલ સંચાલકોને ફિલ્મ દર્શાવવા શું કહ્યું? બગડાએ તેમને કંઇ પ્રકારના પત્રો લખી શાળા અને કેવા આદેશો કર્યા તે તમામ દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. બગડાને પણ તેઓ મળ્યા હતા. અને પૂછપરછ કરી હતી. બે દિવસ બાદ સરકારને સમગ્ર પ્રકરણનો રિપોર્ટ આપી દેવાશે. તેવો નિર્દેશ તેમણે આપ્યો હતો. મહેન્દ્ર પટેલ સર્કિટ હાઉસમાં ઉતર્યા હતા તેની વિગતો પણ આ ટુકડીએ ચકાસી હતી. અસરગ્રસ્ત શાળા શંચાલકો સાથે તેમણે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. સર્કિટ હાઉસના રજિસ્ટરની તપાસ થઇ રાજકોટ સર્કિટ હાઉસમાં મહેન્દ્ર પટેલને રહેવા માટેની વ્યવસ્થા ડીઇઓ બગડાએ કરી આપી હતી. પટેલ સરકારી ઓફિસર ન હોવા છતાં બગડાએ તેના પત્રમાં તેની અધિકારી દર્શાવ્યા હતા. પીડબલ્યુડીએ આ અંગે લખેલા પત્રના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટરે સરકારને પ્રકરણની જાણ કરી તે પહેલાં સર્કિટ હાઉસના રજિસ્ટ્રરમાં થયેલી એન્ટ્રીની ચકાસણી તેમણે જાતે કરી હતી. ડીઇઓ, સર્કિટ હાઉસ અને મહેન્દ્ર પટેલ અંગે ગત સપ્તાહની શરૂઆતમાં તેમણે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો હતો.