Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો સક્રિય થયા છે. ભાજપે તમામ 26 લોકસભા સીટના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી દીધા છે, જ્યારે કોંગ્રેસ ભરૂચ સીટથી ચૈતર વસાવાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ કમર કસી રહી છે.


સંગઠન પ્રભારી મુકુલ વાસનીક સાથે ચર્ચા કરી પ્રમુખોની યાદી જાહેર કરાશે


લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના શહેરી વિસ્તારમાં સંગઠનમાં ફેરફાર થશે. 7 મહાનગરના પ્રમુખ બદલાવાનું નક્કી છે. આગામી 24 કલાકમાં 7 મહાનગરના કોંગ્રેસના પ્રમુખ બદલાશે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ નવા નામોની યાદી લઈ દિલ્હી પહોંચ્યા છે. સંગઠન પ્રભારી મુકુલ વાસનીક સાથે ચર્ચા કરી પ્રમુખોની યાદી જાહેર કરાશે.


ક્યારે થશે જાહેરાત

સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ બદલવાનું નક્કી છે. શહેરની સાથે કેટલાક જિલ્લા કોંગ્રેસના પ્રમુખો પણ બદલાશે. આજે સાંજે અથવા આવતીકાલે નવા પ્રમુખોની જાહેરાત થશે.


2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, તો કોંગ્રેસ પણ આ વખતે રાજ્યમાં ખાતું ખોલવા જોર લગાવી રહી છે.


2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા.


રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.     


સૌરાષ્ટ્રના ક્રિકેટરોનો દારૂ કાંડ, રાજકોટ રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવાનું જુનિયર ખેલાડીઓને ભારે પડ્યું