Gandhinagar News: રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે. પ્રિયંકકુમાર ગલચરની સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મેહુલ દેસાઈની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કચ્છમાં બદલી કરવામાં આવી છે.


શ્રીમતી એન એચ પટેલની ડેપ્યુટી કલેકટ, સ્ટેમ્પ ડ્યુટી ભરૂચથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, ભરૂચ ખાતે, સંદીપકુમાર વર્માની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મોરબી, ખાતે, એસ ડી ચૌધરીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નર્મદા, એન.બી રાઠોડની ડેપ્યુટી સપ્લાય ઓફિસર મહિસાગર ખાતે બદલી કરવામાં આવી છે.


પરેશકુમાર ટી પ્રજાપતિની પ્રાંત ઓફિસર બાવળાથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, બોટાદ ખાતે, એચ.પી જોશીની ડિસ્ટિક્ટ સપ્લાસ ઓફિસર પોરબંદર ખાતે,  એફ.જે.મેકડાની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જુનાગઢ ખાતે  ટ્રાન્સફર કરવામાં આવી છે.




એ.સી.પટેલની આસિસ્ટન્ટ કમિશ્નર, એસએપીએ, યુનિટ-3, વડોદરાથી ડેપ્યુટી સપ્લાય ઓફિસર અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે. એન.બી.મોદીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગીર સોમનાથ ખાતે, કે.બી.સોલંકીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર દેવભૂમિ દ્વારકા,  જુઈ એ પાંડેની ડેપ્યુટી કલેક્ટર પ્રોટોલોક, કેલક્ટોરેટ, સુરત ખાતે, અમિત પરમારની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ ખાતે, મયુર પરમારની પ્રાંત ડોદરા, પ્રવિણકુમાર વિઠાણીની પ્રાંત ઓફિસર હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે.