ગાંધીનગરમાં ભાજપના ક્યા ટોચના નેતાએ પેટ્રોલનું બિલ ના ચૂકવતાં બોર્ડ લગાવાયુંઃ ભાજપના નેતાની આ ગાડીમાં પેટ્રોલ આપવું નહીં....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jun 2020 10:17 AM (IST)
ભાજપનાં અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગૌતમ ગેડિયાની સરકારી ગાડીમાં પેટ્રોલ નહીં ભરવાની સૂચના ગાંધીનગર સેક્ટર 21નાં પેટ્રોલ પંપે આપી છે.
ગાંધીનગરઃ શહેરના પેટ્રોલ પંપ પર ભાજપના એક નેતાની કારમાં પેટ્રોલ નહીં ભરવાની સૂચના આપવામાં આવી છે. ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમનાં ચેરમેન અને ભાજપનાં અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગૌતમ ગેડિયાની સરકારી ગાડીમાં પેટ્રોલ નહીં ભરવાની સૂચના ગાંધીનગર સેક્ટર 21નાં પેટ્રોલ પંપે આપી છે. પેટ્રોલનું બિલ નહીં ચૂકવતા આ સૂચના આપવામાં આવી છે. સેક્ટર 21માં આવેલ પેટ્રોલ પંપને સરકારી વાહનોના રૂપિયા ના ચૂકવાતા ગાડી નંબરના સ્ટીકર લગાવ્યા છે.જુદા જુદા બોર્ડ નિગમ અને સરકારી વિભાગોના વાહનોના ડીઝલના નાણાં ચૂકવવાના બાકી છે. પેટ્રોલ પમ્પના મશીન પર ગાડી નંબર સાથે ઇંધણ ભરવું નહીંના પોસ્ટર લગાવ્યા છે. ગૌતમ ગેડિયાની ગાડીનું એક વર્ષનું બિલ બાકી છે. અલગ અલગ 9 સરકારી વિભાગોની ગાડીઓના ચુકવણા ના થતા બોર્ડ લગાવ્યા છે.