સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે ત્યારે ગાંધીનગરમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગરમા વધુ એક વોરિયર્સ પોલસી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં આજે વધુ એક કોરોના વોરિયર્સ પોલીસ જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ જવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગાંધીનગરમાં હાલ 92એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે જોકે અત્યાર સુધીમાં 136 દર્દીઓને કોરોનાને મ્હાત આવી છે. આ તમામને રજા આપી દેવામાં આવી છે.
ગાંધીનગરમાં કોરોના વોરિયર્સ પોલીસ જવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 02:40 PM (IST)
ગાંધીનગરમા વધુ એક કોરોના વોરિયર્સ પોલસી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -