Gandhinagar: ગાંધીનગરની કરાઇ પોલીસ એકેડેમી ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે એક પોલીસ જવાન દ્વારા હેરાનગતી કરવાની ઘટના સામે આવી છે, SRP જવાને દારુના નશામાં IPS અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ છે. આ મામલે પોલીસે SRP જવાનની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, આજે ડબોડા પોલીસ સ્ટેશનમાં SRP જવાનની વિરુદ્ધ ફરિયાદ આવ્યા બાદ પોલીસે જવાનની અટકાયત કરી દીધી છે, ફરિયાદ અનુસાર, ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં SRP જવાને દારુ પીને ધમાલ મચાવી હતી, આ SRP જવાન કરાઇ પોલીસ એકેડેમીના ગેટ નંબર 2 પર ફરજ બજાવતો હતો, આ દરમિયાન તેને દારુ પીધો હતો અને નશાની હાલતમાં IPS સાથ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું, SRP જવાને IPS અધિકારીની ગાડી રોકીને ગેરવર્તન કર્યુ હતુ. SRP જવાનનું નામ પોલીસ કૉન્સ્ટેબલ ઉદાજી સોઢા છે, જ્યારે IPS અધિકારીનું નામ વિજયસિંહ ગુર્જરી છે. આ ઘટના બાદ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને SRP જવાન ઉદાજી સોઢાની પોલીસ દ્વારા અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં બઢતીનો દૌર, 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને સંયુક્ત સચિવ તરીકે બઢતી, જુઓ લિસ્ટ....
ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ....
અધિકારીનું નામ હાલના વિભાગનુ નામ
- રોનક એમ. મહેતા સામાન્ય વહીવટ વિભાગ
- હિરેન કે. ઠાકર સામાન્ય વહીવટ વિભાગ
- સચિન એસ. પટવર્ધન મહેસૂલ વિભાગ
- હિતેન્દ્ર સી. પટેલ મહેસૂલ વિભાગ
- તેજસ એચ. સોની સામાન્ય વહીવટ વિભાગ
- કેતન એચ. સુથાર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
- આનંદ એન. બિહોલા ગૃહ વિભાગ
- શૈલેષ વી. પરમાર નર્મદા, જ. સં.પા. પુ. અને કલ્પસર વિભાગ
- અંજનાબેન કે. રાઠોડ માર્ગ અને મકાન વિભાગ
- ઋતા એસ. ભટ્ટ સ્પીપા, અમદાવાદ
- નરેન્દ્રદાન એચ. ગઢવી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
- કુંજલ એચ. પાઠક ગુજરાત જાહેર સેવા આયોગ
- કમલેશકુમાર કે. પટેલ માન. મંત્રીશ્રી નાણા,..., ના કાર્યાલય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- ભક્તિ સી. શામળ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- શબાના એમ. કુરેશી સામાન્ય વહીવટ વિભાગ
- જયેશકુમાર બી. પટેલ ઉદ્યોગ અને ખાણ વિભાગ
- દિલીપકુમાર એમ. ઠાકર નાણા વિભાગ
- દેવાયત આર. ભમ્મર મહેસૂલ વિભાગ
- આશિષ વી. વાળા માન. રા.ક.મંત્રીશ્રી રમતગમત,...,નું કાર્યાલય
- વનરાજસિંહ બી. પઢારીયા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
- કોમલ પી. ભટ્ટ નાણા વિભાગ
- પંકજ આર. પંચાલ સામાન્ય વહીવટ વિભાગ/ચૂંટણી પ્રભાગ
- અજય કે. પટેલ માન. રા.ક.મંત્રીશ્રી સહકાર,...,નું કાર્યાલય
- જયશ્રી વી. દેસાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ