ગાંધીનગરના રાયસણ પાસે ST બસમાં આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી
abpasmita.in | 18 Oct 2016 06:08 PM (IST)
ગાંધીનગર: આજકાલ શહેરમાં આગ લાગવાના અનેક બનાવો બને છે, ત્યારે ગાંધીનગરના રાયસણ ખાતે એસ.ટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે એસ.ટીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. હાલમાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે એસ.ટીમાં બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં બસમાં સવાર કોઈ મુસાફરને ઈજા થઈ હોય તેવા કોઈ પ્રાથમિક અહેવાલ મળ્યા નથી.