ગાંધીનગરઃ સરકારી નોકરીની ઇચ્છા રાખનાર ઉમેદવાર કોઇ ગુનાહીત ઇતિહાસ ધરાવતો હશે કે, ચારિત્ર્યની દ્રષ્ટીએ સારુ વ્યક્તિત્વ નહી ધરાવતો હોય તો તેને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, રાજ્ય સરકાર આ અંગે નિયમ બનાવ્યો છે.


સરકારી નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારની ચારિત્ર્યની અને ઇતિહાસની તપાસ કવરામાં આવશે. ચારિત્ર્ય અંગેની સર્ટિફિકેટ આપનો અધિકાર કલેક્ટર, પોલીસ કમિશ્નર અને ડીજીપીને અધિકાર આપવામાં આવ્યા છે. જો કોઇ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હશે તો તેને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં નોકરી અંગેની જાહેરાત બહાર પડતી હોય છે. જેમા લાખોની સંખ્યામાં યુવાનો ઉમેદવારી નોધાવતા હોય છે. જેમાથી ઘણા લોકો ગુનાહિત ઇતિહાસ ધરવાતા હોય છે. સરકારી નોકરી મેળવનાર ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ના ધરાવતો હોય તે હેતુથી આ નીતિ બનાવામાં આવી હોવાનું જાણકારોનું મા્નવું છે.

સરકારની આ નીતિ આવવાથી ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી શકે છે. કેમ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર ખોટા સર્ટિફિકેટ બનાવવા માટે મોટી રકમની ચુકવણી કરવા પણ તૈયાર થઇ શકે છે. જેના લીધે ભવિષ્યમાં આ નીતિના કારણે સરકારી નોકરી મેળવનાર ઉમેદવાર ભ્રષ્ટાચાર પણ કરી છે.