ગાંધીનગરઃ રાજયભરમાં ગુરુવારથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. રાજયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના નવમા તબક્કામાં 33 જિલ્લાઓમાં 95 મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે 12 લાખ લાભાર્થીઓને 32 હજાર કરોડની સહાય આપવામાં આવશે. રાજયના પંચાયતમંત્રી જંયતિ કવાડીયાએ માહિતી આપતાં જણાવ્યુ હતુ કે, આ વર્ષે ત્રણ તબક્કામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 29 અને 30 સપ્ટેમ્બર તેમજ 6 ઓકટોબરના રોજ યોજવામાં આવશે.