ગાંધીનગર: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ અને ધારણા કર્યા હતા. અગાઉથી નક્કી થયેલા 3 કલાકના પ્રતીક ધરણાં બાદ સૌ છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં આગામી રણનીતિ જાહેર કરશે. નવી પેન્શન યોજના હટાવી તેની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર સિસ્ટમ બંધ કરવી, 7માં પગારપંચની અમલવારી કરવી જેવી મુખ્ય માગણીઓ સાથે આગાઉ પણ સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યું હતું.


વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે કમિટી રચી મંત્રણા કરી હતી. મંત્રણાના અંતે કેટલીક બાબતોએ સમાધાન થયું હતું. પરંતુ તે સમાધાનની અમલવારી ના થતાં 18 મહિના બાદ ફરી સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી હોવાના કારણે સરકારી કર્મચારીઓ પણ જાણે છે કે સરકાર ઉપર આ સમયમાં દબાણ લાવી શકાય છે. પરિણામે આજે 12થી3 કલાક સુધી 5 હજાર જેટલા રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલા કર્મચારીઓએ ધારણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાની માગણી વ્યક્ત કરી હતી. જોકે પોલીસની મંજૂરી ન હોવાના કારણે સત્યાગ્રહ છવનીથી જ તમામ લોકો છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં કોર કમિટીની બેઠકમાં આંદોલનની આગામી રણનીતિ તૈયાર થશે બાદમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવો દાવો કર્યો હતો.


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની 300 હોસ્પિટલમાં 26 ફેબ્રુઆરીથી નહીં થાય સારવાર. ખાનગી હોસ્પિટલને લેવા પેટે નીકળતા નાણાં ને કારણે આ સારવાર બંધ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં ઈન્સ્યોરંસ કંપનીઓએ હોસ્પિટલોને 300 કરોડથી વધારે નાણાં નથી ચૂકવ્યા. આ અંગે 15 દિવસ અગાઉ સરકારમાં બેઠક થઈ હતી. તો આરોગ્ય મંત્રીએ પણ પ્રશ્નના નિવેડાની ખાતરી આપી હતી. પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે 300 હોસ્પિટલમાં 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર નહીં થાય. ચાર દિવસની હડતાળની સૌથી વધારે ઉત્તર ગુજરાતની હોસ્પિટલમાં અસર જોવા મળશે. કેમ કે સૌથી વધારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં તબીબોને નાણાં લેવાના બાકી છે.


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવે છે. મોટાભાગના લોકો આ યોજનાને આયુષ્માન ભારત યોજનાના નામથી જાણે છે. આ યોજના સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જેમાં દેશવાસીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. જેમાં 1350 રોગોની મફત સારવાર કરી શકાશે. સારવાર દરમિયાન દવાઓ, તબીબી ખર્ચ વગેરેનો ખર્ચ સરકાર ભોગવે છે.


આયુષ્માન ભારત યોજના હેઠળ નબળા વર્ગના લોકોને લાભ મળે છે. આમાં ભૂમિહીન લોકો, પરિવારના કોઈપણ વિકલાંગ સભ્ય, ગ્રામીણ વિસ્તારોના લોકો, અનુસૂચિત જાતિ અથવા જનજાતિના લોકો, જેમની પાસે કચ્છના મકાનો છે, રોજિંદા મજૂરી કામ કરતા લોકો, નિરાધાર, આદિવાસી અને ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે. જેઓ આ યોજના માટે પાત્ર છે તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા મેળવી શકે છે. પરંતુ તમે કેવી રીતે જાણી શકશો કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં? તેની પ્રક્રિયા અહીં જાણો.