ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાના સત્રમાં રાજ્ય સરકારે બેરોજગારીના આંકડાઓની વિગતો આપી હતી.  સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા છે. જેમાં રાજ્યમાં 3 લાખ 46 હજાર 436 શિક્ષિત બેરોજગાર અને 17 હજાર 816 અર્ધશિક્ષિત બેરોજગાર છે. બે વર્ષમાં સરકારે માત્ર 1 હજાર 278 બેરોજગારોને જ સરકારી નોકરી મળી છે.


બે વર્ષમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્છ અને ડાંગ એમ કુલ ૧૬ જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી તેવી પણ વિગતો સામે આવી છે. જેથી રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવાઓ કૉંગ્રેસે પોકળ ગણાવ્યા હતા. કુલ મળીને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના સરકારના દાવા ખોટા સાબિત થયા છે.


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના બજેટમાં યુવાનો માટે નવી ભરતી માટે યોજના નથી. ગુજરાત સરકારનું બજેટ કોપી પેસ્ટ છે. 4.50 લાખ જગ્યાઓ ખાલી છે તે ભરવાનું સરકારનું આયોજન નથી. આગામી દિવસોમાં ગાંધીનગરમાં યુવા સંમેલન થશે. ભરતી પ્રક્રિયામાં પેપરો લીક થયા, વેચાય જાય છે. 


પેપર લીક મુદ્દે યોગ્ય કાયદો બનાવવામાં આવે. વિધાનસભામાં કાયદો બનાવી 45 દિવસોમાં નિકાલ લાવે. ગુજરાતના શિક્ષિત યુવાનને તાત્કાલિક નોકરી આપે. 28મી માર્ચના રોજ ગાંધીનગરમાં ગુજરાતના યુવાનો લડાઈ લડશે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટના નામે ગુમરાહ કરવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતના કેટલા યુવાનોને નોકરી આપી. સરકારે GR કર્યો છે કે, ગુજરાતના યુવાનોને નોકરીમાં પ્રથામિકતા આપવી. ગુજરાતમાં ચોપડે નોંધાયેલા 5 લાખ યુવાનો બેરોજગાર છે. વિધાનસભામાં સરકાર કાયદો ન બનાવે તો યુવાનો લડાઈ લડશે. રાજ્યના તમામ તાલુકાઓમાંથી યુવાનો 28મી માર્ચે ગાંધીનગરમાં આવશે. સરકાર પાસે નીતિ નથી માટે ગુજરાતનો યુવાન બેરોજગાર છે. 5 લાખ યુવાનોને તાત્કાલિક નોકરી આપવામાં આવે.  પેપરલીક અંગે કાયદો બનાવવામાં આવે, પેપરલીકના આરોપીઓને જેલમાં પૂરવામાં આવે.


 


Russia Ukraine War: ‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની


અમદાવાદ હત્યાઃ 13 વર્ષથી હતો પ્રેમસંબંધ, દીકરીની સગાઇ થતાં પ્રેમિકાએ તોડ્યો સંબંધ ને પ્રેમીએ કરી નાંખી હત્યા


Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં


LIC IPO: હવે કોઈપણ કિંમતે નહીં ટળે LIC IPO! જાણો શું છે કારણ