ગાંધીનગર: બુધવારે રાજ્ય વહીવટી સેવાના ક્લાસ-વન કક્ષાના 18 અધિકારીઓની બદલીના હુકમો થયા છે. આ ઉપરાંત 14 જીએએસ કક્ષાના અધિકારીને સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. આ પૈકીના એક માત્ર રાજ્યકક્ષાના કૃષિ મંત્રીના અંગત સચિવને બાદ કરતાં તમામની બદલી પણ કરવામાં આવી છે.
  


આ હુકમ અનુસાર અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે એસ પ્રજાપતિની બદલી ગીર સોમનાથ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકે કરાઈ છે. અમદાવાદના આરટીઓ. એસ.પી મુનિયાની મોડાસામાં આદિવાસી વિસ્તારમાં સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે.



બ્રિટનમાં ક્યા વ્યવસાય સાથે સંકળાયેલો લોકો માણે છે સૌથી વધારે સેક્સ ? જાણીને આશ્ચર્ય થશે..