જે મુજબ આગામી એક મહિનામાં પરીક્ષા અંગેની નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાર્થી માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે, પહેલા 12 પાસ પણ આ પરીક્ષા આપી શકતા હતા. વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી 20/10/2019ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક 150/201819 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
આ પરીક્ષા આશરે લાખો ઉમેદવારો આપવાના હતા. આ પરીક્ષા હાલ પુરતી કરવામાં આવતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતઃ વરાછામાં બીઆરટીએસની અડફેટમાં આધેડનું મોત, રાજસ્થાનથી આવ્યા હતા સાળાની ખબર અંતર પૂછવા
આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ......
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત