ગાંધીનગર: હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર એક પછી એક વિભાગોમાં અધિકારીઓની બદલી કરી છે. શનિવારે સરકારે ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીની બદલીના આદેશ આપ્યા છે. જેમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાની બદલી કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના નવા કલેક્ટર તરીકે સંદિપ સાંગલેની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતમાં 5 IAS અધિકારીની બદલી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સંદિપ સાંગલેની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કે.કે.નિરાલાની બદલી ગૃહ વિભાગમાં કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય જિલ્લાઓ પર એક નજર કરીએ તો, બનાસકાંઠા કલેક્ટર તરીકે આનંદ પટેલની બદલી કરવામાં આવી છે જ્યારે પાટણ કલેક્ટર તરીકે સુપ્રિતસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ આલોક કુમાર પાંડેની રોજગાર વિભાગમાં નિયુક્તિ કરવામાં આવી છે.
ગુજરાતમાં કયા 5 IAS કરાઈ બદલી? કયા અધિકારીને કઈ જગ્યાએ કરાયું પોસ્ટિંગ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2020 10:19 AM (IST)
ગુજરાતમાં 5 IAS અધિકારીની બદલી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સંદિપ સાંગલેની નિમણૂંક કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -