ગાંધીનગરઃ અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલે રાજ્યના 182 ધારાસભ્યો માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૧-૨૨થી ધારાસભ્યની ગ્રાન્ટ પૂન શરૂ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી કરકસરના ભાગરૂપે ગ્રાન્ટની ફાળવણી મોકૂફ રખાઇ હતી. આ જાહેરાત થતાં ધારાસભ્યોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

આ સાથે જ નાણામંત્રી નીતિન પટેલે ધારાસભ્યો માટે વધુ એક મોટી જાહેરાત પણ કરી છે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવસ્થાન બનાવવામાં આવશે.