Gandhinagar News: સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો.
વિધાનસભા ગૃહ શરૂ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કાળા કપડાં પહેરીને આવેલા ધારાસભ્યો ઉભા થઇ ગયા હતા. પ્રશ્નોત્તરીનો સમય ના બગાડવા અધ્યક્ષે વિનંતી કરી હતી. પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો. ધારાસભ્યો વેલમાં બેસી ગયા હતા અને મોદી - અદાણી ભાઈ ભાઈના નારા ગૃહમાં લગાવ્યા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારાતેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવા મુદ્દે ભરતસિંહ સોલંકીએ શું કહ્યું
ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી. એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાને ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલ એ વિદેશમાં કેમ વાત કરી ...આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.
શું છે મામલો
તા.13-4-2019માં કર્ણાટકના બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર કોલાર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને મુદ્દે આપત્તિજનક નિવેદનો કર્યા હતાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના આર્થિક ગુનેગારો નિરવ મોદી,લલિત મોદી,મેહુલ ચોક્સીતથા વિજય માલ્યા સાથે તુલના કરી. હતી. વધુમાં જાહેર જનતાને બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે એવો સવાલ કર્યો હતો. જેથી વ્યથિત થઇ સુરતના મોઢવણિક સમાજના અગ્રણી તથા સુરત શહેર પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની સીજીએમ કોર્ટમાં આરોપી રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષી અંગે ફરિયાદ કરી હતી. ચાર વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીનો આજે તા.23 માર્ચે ચુકાદો આપ્યો હતો. બંને પક્ષોની દલીલોની સુનાવણી બાદ કોર્ટે આરોપી રાહુલ ગાંધીને ઈપીકો-499,500માં દોષી જાહેર કરી બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી નીચલી કોર્ટના હુકમથી નારાજ થઈ તેની કાયદેસરતાને સુરતની સેશન્સ કોર્ટમાં અપીલના 30 દિવસના સમયગાળા પૂરતી સજાનો હુકમ સ્થગિત કરવા આરોપીએ માંગ કરી જામીનની માંગ કરતા કોર્ટે રાહુલ ગાધીને શરતી જામીન મુક્ત કર્યા હતાં