Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ પાછળ સરકાર કર્યો કરોડોનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિત સજાવટમાં કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો અને અખબારમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.
અંબાજી બાદ પાવાગઢમાં વિવાદ શરૂ થઈ શકે છે. પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે હવે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં. આ મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છેલ્યા વિનાનું આખુ નાળિયેર માતાજીને ધરીને પોતાની ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો છે.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા પાવાગઢ માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો મુલાકાતે જતા હોય છે. આ ભક્તો માતાજીને પ્રસાદી રુપે શ્રીફળ, ચૂંદળી ધરાવતા હોય છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી ભક્તો મંદિરની અંદર છોલ્યા વિનાનું આખુ નાળિયેર ઘરાવવાનું રહેશે અને ત્યારબાદ તે નાળિયેર ધરાવીને ઘરે લઈ જવાનુ રહેશે. જે મુજબ તા. 20 માર્ચ, 2023 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. આ ઉપરાંત મંદિરની નજીક કોઈ વેપારીઓને પણ છોલેલા શ્રીફળ વહેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી પાસેથી છોલેલું શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી છોલેલું શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તમામ ભક્તો અને સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહ્યો છે. આ નવો નિયમના કારણે સ્થાનિક વેપારીમાં આક્રોશ છે. આ નિર્ણય છ દિવસ બાદથી જ લાગુ પડશે.