વિધાનસભામાં ચર્ચાયો આઇશા આત્મહત્યાનો મુદ્દોઃ 'આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2021 02:29 PM (IST)
આ ઘટનાને સરકારે હિન્દૂ મુસ્લિમ તરીકે નથી જોઇ. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએઃ પ્રદીપસિંહ જાડેજા
ગાંધીનગરઃ આજે વિધાનસભામાં અમદાવાદની આઇશા આપઘાતનો મુદ્દો ચર્ચાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું, એ દીકરીએ જે રીતે વીડિયો બનાવી ને આત્મહત્યા કરી તે ઘટનાં હ્દય હચમચાવી દે તેવી હતી. આ ઘટનાને સરકારે હિન્દૂ મુસ્લિમ તરીકે નથી જોઇ. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, મેં એમનાં પિતા સાથે વાત કરી, એમનાં પિતાને પોલીસની કામગીરીથી સંતોષ છે.