ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે ગાંધીધામના ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું. જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને હળવો હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું, પૂર્વ સરકારના વખાણ કરો છો તો કેમ હટાવ્યા? વિપક્ષે કહ્યું પૂર્વ સરકારને આશ્વાસન આપવા માટે એક કલાકનો સમય આપો.
આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકારવા સામે ગયા હતા.
ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નિમાબેનની પસંદગી થઇ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.
નર્મદા જિલ્લામાં ખાનગી હોટેલોને જમીન ફાળવવા મુદ્દે ગૃહમાં વિપક્ષ સરકાર આમને સામને. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ગૌચર અને ખરાબાની જમીન ફાળવવા મુદે સરકારનો જવાબ કહ્યું. આવી કોઈ જમીન ફાળવામાં આવી નથી. વિપક્ષે પેટા પ્રશ્નોમાં જમીન ફળવાય હોવાની કરી દલીલ. માલતીબેને ગૃહમાં કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું, જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને હળવો હંગામો.
અમરેલી જિલ્લામાંથી દક્ષિણ ગુજરાત જોડતી રો રો ફેરી અને પેકસ સર્વિસ કોરોના મહામારીના કારણે વિલંબ થયો હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે રો રો ફેરી સર્વિસ ની મુદત ૩૦-૧૧-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.