ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભામાં ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ માટે આ પહેલું વિધાનસભાનું સત્ર છે. ત્યારે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકારવા સામે ગયા હતા.
ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નિમાબેનની પસંદગી થઇ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.
પરેશ ધાનાણીએ કહ્યું, મા બાળકનું સિંચન કરે એવી રીતે આપ ગૃહના તમામ ધારાસભ્યોનુ સિંચન કરશો એવી આશા. વિધાનસભામા મહિલા અને બાળ કલ્યાણ સમિતી બનાવવા ભલામણ કરી. ભૂતકાળના અધ્યક્ષો દ્વારા સાંભળવાયેલા નિર્ણયને આવકારું છું. પ્રશ્નો ઉભા થાય ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરાય અને સરકાર પણ મૂકે છે. પુરાવા મુકવામાં સાચા કે ખોટા તે કોઈ નિર્ણય લઈ શકતું નથી. અમે સંસદીય પ્રણાલી અમે જાણીએ છીએ. ભૂતકાળના નિર્ણયોના કારણે કોંગ્રેસના સભ્યો દુઃખી થયા હતા. અપેક્ષા છે કે તમામ ધારાસભ્યોને એક નજરે જોવામાં આવે, તેમ શૈલેષ પરમાર, વિપક્ષ ના ઉપનેતાએ કહ્યું હતું.
ગુજરાત વિધાનસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા નીમાબહેન આચાર્યનું વિધાનસભા પોડીયમ માં કચ્છના નાગરિકો અને મહિલાઓએ કર્યું સન્માન. કચ્છથી આવેલા નાગરિકો અને કાર્યકર આગેવાનોએ સન્માન કર્યું. વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધરાસભ્યોનો દેખાવ. એપરન પહેરીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલાનો દેખાવ. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય કરવાની માગણી સાથે દેખાવ કર્યા.
વિધાનસભામાં વિપક્ષને ઉપાધ્યક્ષ આપવાની પ્રણાલીઃ પુંજા વંશ
વિધાનસભાના સત્ર અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશનું નિવેદન. બે દિવસના સત્રને બદલે પાંચ દિવસનું સત્ર કરવામાં આવે. સરકારે સત્ર લંબાવવાનો ઇનકાર કર્યો. અમે આજે પણ સત્ર લંબાવવા માંગ કરીશું. તાઉ તે વાવાઝોડું, અતિવૃષ્ટિ, ખેડૂતોના પ્રશ્નો અને કોરોનામાં સરકારની નિષફળતા મુદ્દે વ્યાપક ચર્ચા માટે બે દિવસનું સત્ર અપૂરતું. વિધાનસભામાં વિપક્ષને ઉપાધ્યક્ષ આપવાની પ્રણાલી. ભાજપે આ પ્રણાલી તોડી સંસદીય પ્રણાલીને તોડી. વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવે. સત્તા પક્ષ સત્તાના મદમાં સંસદીય પ્રણાલીનું હનન કરે છે.
સરકાર નિષ્ફળતા છુપાવવા સત્ર ટૂંકાવી રહી છેઃ પરેશ ધાનાણી
વિધાનસભાના સત્ર અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન. સરકાર નિષ્ફળતા છુપાવવા સત્ર ટૂંકાવી રહી છે. સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવામાં આવશે. કોરોનામાં 3 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. કોરોના મૃતક પરિવારોને પૂરતું વળતર મળે તે માંગ. અનેક સમસ્યાઓ માંથી ગુજરાત પસાર થઈ રહ્યું છે. ઉપાધ્યક્ષના પદને ભાજપે કલંકિત કર્યું.
સરકારના ભ્રષ્ટાચાર અન્યાયથી લોકો પરેશાન
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. ચર્ચામાંથી ભાગવાની સરકારની માનસિકતા. માત્ર બે દિવસનું સત્ર બોલાવ્યું. ગુજરાતની પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીશું . સરકારના ભ્રષ્ટાચાર અન્યાયથી લોકો પરેશાન છે . અણઘડ વહીવટને લરને 3 લાખ લોકોના કોરોનામાં મૃત્યુ થાય. કાયદાની જોગવાઈ માઉજબ 4 લાખની સહાય મળે. ખેડૂતોના લાભ માટે સરકાર કામ કરે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. શિક્ષિત બેરોજગરો વધ્યા છે. મહિલાઓ દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે.
અન્યાય કર્યો એ ન્યાય યાત્રા કાઢે છે
કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસને આપ્યો જવાબ. સરકાર નવી નથી, ભાજપની છે હતી અને રહેવાની છે, જેમણે અન્યાય કર્યો એ ન્યાય યાત્રા કાઢે છે. લોકોના કોઈ પ્રશ્નો બાકી રહ્યા નથી અને રહેવાના નથી.
તાઉતેમાં મળતિયા ખેડૂતોને વળતર મળ્યું
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ નિવેદન આપ્યું હતું કે, તાઉતેમાં મળતીયા ખેડૂતોને વળતર મળ્યું છે. અનેક વખત રજુઆત કરી પણ સરકાર સાંભળતી નથી. તાઉતેમાં સર્વે થયા બાદ વળતર મળ્યું નથી. ઘેડ અને ગીર સોમનાથમાં અતિવૃષ્ટિને કારણે મગફળી, મગ અને સોયાબીનના પાકને નુકસાન થયું છે. ખેતરોનું ધોવાણ થયું છે. તાત્કાલિક સર્વે કરી નવી સરકાર વળતર આપે.
વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસની બેઠક
વિધાનસભાના પહેલા દિવસની કાર્યવાહી પહેલા કોંગ્રેસની બેઠક શરૂ થઈ છે. વિપક્ષી નેતાના કાર્યાલયમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. સત્રના પ્રથમ દિવસે સરકારને ગૃહમાં ઘેરવાની રણનીતિની ચર્ચા થશે. કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે. કોરોના મહામારીથી મૃતકના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસ ગૃહમાં વિરોધ કરશે. વાવાઝોડા, અતિવૃષ્ટિની સહાય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં કોંગ્રેસે રાણીનીતિ ઘડી.