ગાંધીનગરઃ અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નીતિન પટેલ વિશે એક કોમેન્ટ પાસ કરી હતી, જેને કારણે ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. વિધાનસભા ગૃહમાં પોતાની જગ્યા પર બેઠા બેઠા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોમેન્ટ પસાર કરતા કહ્યું હતું કે, નીતિનભાઈ તમે રાજ્યપાલ બની જાવ. જેને કારણે ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. 


અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ગુજરાત ખાલીખમના સુત્રો આપી રહ્યા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની જગ્યા પર બેઠા બેઠા કોમેન્ટ પસાર કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ ખાલીખમ. તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પણ કોમેન્ટ કરી કે નીતિનભાઈ તમે રાજ્યપાલે બની જાવ.


કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોમેન્ટમાં ઉમેરો કરતા જણાવ્યું કે નીતિનભાઈ પ્રથમવાર ચૂંટાઈને આવ્યા ત્યારે વિરોધ પક્ષની જગ્યાએ બેસતા હતા. સમય સમયની ઘટના છે.